દ્વિચક્રી વાહન પેટ્રોલને બદલે વીજળી વડે ચલાવવાની કિટ

દ્વિચક્રી વાહન પેટ્રોલને બદલે વીજળી વડે ચલાવવાની કિટ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 9 : પેટ્રોલ પર દોડતા ટુ-વ્હીલરને ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં બદલવાનું મોટરસાઈકલધારકોનું સપનું સાકાર થવાનું છે. પેટ્રોલ ટુ-વ્હીલરને ઇલેક્ટ્રિસિટીથી ચલાવવા માટે ઇલેક્ટ્રીક કન્વર્ઝન કીટનું નિર્માણ સ્ટાર્ટઅપ કંપની ગોગોએ-1 એ કરી છે. આ કિટને દિલ્હી પરિવહન વિભાગે મંજૂરી આપી છે અને મહારાષ્ટ્ર પરિવહન વિભાગની મંજૂરી મેળવવા માટે પ્રયત્ન થઈ રહ્યો છે. 
ભારતમાં સૌથી વધુ વેચાતી હીરો સ્પ્લેન્ડર બાઈક માટે ગોગોએ-1એ ઇલેક્ટ્રિક કન્વર્ઝન કીટ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લોન્ચ કરી હતી. આ 72 વી. 40 એએએચ બેટરી સિંગલ ચાર્જમાં સરેરાશ 151 કિલોમીટર ચાલે છે. ખર્ચની દ્રષ્ટિએ એ અનુકૂળ છે અને વાહનના સ્પેરપાર્ટ બજારમાં સહેલાઈથી મળી રહે છે. ટુવ્હીલર ઉપરાંત થ્રીવ્હીલર, ફોરવ્હીલર અને ભારે વાહનો માટે પણ કીટ બનાવવાના હોવાનું  ગોગોએ-1ના સંસ્થાપક શ્રીકાંત શિંદેએ જણાવ્યું હતું. અહમદનગરમાં તેમનું મોટું કેન્દ્ર છે અને મુંબઈમાં કેન્દ્ર ખોલવાની તેમની યોજના છે. વર્તમાનમાં બજારમાં ઇલેક્ટ્રિક વાહનો માટેના સ્પેરપાર્ટની અછત છે. વાહનોનું સમારકામ અને જાળવણી અંગે મેકેનિકને ટ્રાનિંગ આપવી જરૂરી છે. આ વાહનોની સંખ્યા વધારવા માટે ચાર્જીંગ સ્ટેશન વધારવાની પણ જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું.

Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer