માર્વેલના ઈટર્નલ્સ સુપરહીરો ડિઝની-હૉટસ્ટાર પર

માર્વેલના ઈટર્નલ્સ સુપરહીરો ડિઝની-હૉટસ્ટાર પર
માર્વેલ સ્ટુડિયોની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ઈટર્નલ્સ ડિઝની-હૉટસ્ટાર પર બારમી જાન્યુઆરીથી જોવા મળશે. નવા પાત્રો અને અનોખી કથા ધરાવતી આ ફિલ્મમાં સુપરહીરોની વણજાર છે અને દરેકનું આગવું પાત્રાલેખન કરવામાં આવ્યું છે. ડિઝની- હૉટસ્ટાર પર આ ફિલ્મ ઈંગ્લિશ ઉપરાંત હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં છે. ચોલે ઝહાઓ દિગ્દર્શિત ફિલ્મમાં ભારતીય અભિનેતા હરીશ પટેલે કારુનનું પાત્ર ભજવ્યું છે. કિંગોનું પાત્ર ભજવતો કુમાલ નાન્જિઆની તેનો મિત્ર બન્યો છે. આ બંનેની દોસ્તીથી ફિલ્મમાં અનોખો રંગ ઉમેરાય છે. આ ઉપરાંત આમાં બેરી કિગોહન અને લૉરેન હિડલોફ મકારી અને ડ્રુઈગ, જેમાં ચાન અને રિચાર્ડ મેડન સેરિસ અને ઈકારીસ, એન્જેલિના જોલી અને ડૉન લી થીના અને ગિલામેશ તથા કિટ હેરિગ્ટન ડૅન વ્હીટમેનનું પાત્ર ભજવે છે. માર્વેલના ચાહકો હવે પોતાની માતૃભાષામાં પણ આ ફિલ્મ ઈચ્છે ત્યારે ડિઝની - હૉટસ્ટાર પર જોઈ શકશે. 
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer