ડાર્ક કૉમેડી નાયિકાથી કીર્તિ કુલ્હારીની નિર્માણ ક્ષેત્રે ઍન્ટ્રી

ડાર્ક કૉમેડી નાયિકાથી કીર્તિ કુલ્હારીની નિર્માણ ક્ષેત્રે ઍન્ટ્રી
ફિલ્મ પિન્ક અને વૅ સીરિઝ ફૉર મૉર શૂટ્સમાં અભિનય કરીને જાણીતી બનેલી અભિનેત્રી કીર્તિ કુલ્હારી હવે ડાર્ક કૉમેડી ફિલ્મ નાયિકામાં જોવા મળશે. તેણે સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, છેલ્લા થોડા વર્ષોએ તેને પ્રવાહ સાથે આગળ વધવાનું શીખવ્યું અને હવે નવા વર્ષના આરંભ સાથે નિર્માત્રી તરીકેની એક નવી યાત્રાનો આરંભ કરે છે. 
કીર્તિએ પોતાના નિર્માણ ગૃહનું નામ કિંન્સુકરોય ફિલ્મ્સ રાખ્યું છે. કિન્સુકરાય જાપાની શબ્દ છે અને તેનો અર્થ કલા દ્વારા હૃદય અને આત્માની દુરસ્તી એમ થાય છે. નિર્મામ ગૃહ દ્વારા કીર્તિ લોકોના હૃદય અને આત્માની દુરસ્તીનું કામ કરવા ઈચ્છે છે. તેણે નિર્માણ ગૃહના આરંભની પૂજાની તસવીર સાથે જણાવ્યું હતું કે, તે આ ફિલ્મમાં અભિનય પણ કરશે. આપણે જીવન માટે યોજના બનાવીએ છીએ અને જીવનની આપણા માટે યોજનાઓ હોય છે. છેલ્લા થોડા વર્ષોએ મને જીવન સાથે મારી યોજનાને ગોઠવીને પ્રવાહ સાથે આગળ વધતાં શીખવ્યું છે. નાયિકા દ્વારા ટેલેન્ટેડ લોકો સાથે સંકળાવવાની મને તક મળી છે.  
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust