પંકજ ત્રિપાઠીએ ક્રિમિનલ -થ્રીનું શૂટિંગ શરૂ કર્યું

પંકજ ત્રિપાઠીએ ક્રિમિનલ -થ્રીનું શૂટિંગ શરૂ કર્યું
પંકજ ત્રિપાઠીએ પોતાના પ્રિય માધવ મિશ્રાના પાત્રથી 2022ના શૂટિંગની શરૂઆત કરી છે. કૉર્ટરૂમ વૅબ સીરિઝ ક્રિમિનલ-થ્રીનું શૂટિંગ શરૂ થયું છ. આ સીરિઝની પ્રથમ બે સીઝનને મળેલી સફળતા બાદ હવે તેની ત્રીજી સીઝન માટે કલાકારો ઉત્સાહિત છે. સીરિઝના કલાકારો શૂટિંગ માટે એકત્ર થયા છે અને આ વખતની નવી વાર્તા વધુ દમદાર હોવાથી શૂટિંગનો વ્યાપ પણ મોટો કરવામાં આવ્યો છે. 
હાલમાં પંકજે બિહારના પટણાના ગોપાલગંજના બેલસાંડમાં પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. હવે તે મુંબઈ આવી ગયા છે અને ક્રિમિનલ જસ્ટિસ- થ્રીનું શૂટિંગ શરૂ કર્યું છે. ક્રિમિનલ જસ્ટિસમાં પંકજ માધવ મિશ્રાનું પાત્ર ભજવે છે. તેમણે જણાવ્યું હતું કે, મારા અને માધવમાં સામ્યતા છે. અમે બંને સત્યની પડખે રહીએ છીએ. અમે સમાજના નબળા વર્ગના ઉત્કર્ષ માટે કાર્ય કરવામાં અને સહકાર આપવામાં માનીએ છીએ. પ્રમાણિકતા અને શુદ્ધ કુશળતા પણ અમે વિશ્વાસ કરીએ છીએ. 
આ વર્ષના અંતમાં ક્રિમિનલ જસ્ટિસ-થ્રી ડિઝની-હૉટસ્ટાર પર રજૂ થશે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust