જી લે જરામાં કેટરિના કૈફની સાથે વિકી કૌશલ

જી લે જરામાં કેટરિના કૈફની સાથે વિકી કૌશલ
ત્રણ સખીઓની અનોખી વાર્તા પરથી બનનારી ફિલ્મ જી લે જરામાં પ્રિયંકા ચોપરા, કેટરિના કૈફ અને આલિયા ભટ્ટને લેવામાં આવી છે.  આ ફિલ્મમાં ત્રણ અભિનેત્રી સામે ત્રણ સ્ટાર અભિનેતા જોવા મળશે. આમાંથી એક ભૂમિકામાં ફિલ્મમેકર અને અભિનેતા ફરહાન અખ્તર હશે. એટલે હવે બે કલાકારોની પસંદગી બાકી છે. આમાંથી એક પાત્રમાં કેટરિનાની સામે તેના પતિ વિકી કૌશલને લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વિકી અને કેટરિના સાથે આ ફિલ્મમાં જોવા મળશે તો તે લગ્ન પછીની તેમની સાથે અભિનય કરેલી પ્રથમ ફિલ્મ હશે. આનાથી ફિલ્મના માર્કેટિંગ અને પ્રમોશનમાં પણ લાભ થશે. હવે વિકી જી લે જરાના કલાકારો સાથે જોડાશે તો એક જ અભિનેતાને લેવાનો બાકી રહેશે તે એટલે આલિયા ભટ્ટની સાથેનો કલાકાર. જો આમાં પણ કેટરિના - વિકી જેવું સમીકરણ ગણવામાં આવે તો આલિયાની સામે રણબીર કપૂર લઈ શકાય. આમ પણ આ ફિલ્મ મહિલા કેન્દ્રી હોવાથી તેમાં અભિનય કરવા માટે અન્ય સ્ટાર કલાકાર તૈયાર થવાની શકયતા ઓછી છે. આથી જ વિકી અને રણબીરનો વિચાર યોગ્ય ગણાશે. 
ફિલ્મ જી લે જરાની લેખિકા ઝોયા અખ્તર અને રીમા કાગતી છે. ફરહાન દિગ્દર્શિત આ ફિલ્મમાં રૉડ ટ્રિપ પર નીકળતી ત્રણ સખીઓની વાર્તા છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust