વિઝા મામલે જોકોવિચને અૉસ્ટ્રેલિયન કોર્ટની રાહત

વિઝા મામલે જોકોવિચને અૉસ્ટ્રેલિયન કોર્ટની રાહત
જોકે ઓસિ. સરકાર અડગ: કાનૂન કોઈથી ઉપર નહીં
મેલબોર્ન, તા.10: કોરોના વેક્સિન મામલે નંબર વન ટેનિસ ખેલાડી સર્બિયાના નોવાકા જોકોવિચની ઓસ્ટ્રેલિયા સરકાર સામે કોર્ટમાં જીત થઈ છે. ઓસ્ટ્રેલિયન ઓપનનો પોતાનો ખિતાબ બચાવવા મેલબોર્ન પહોંચેલા જોકોવિચ પાસે વેક્સિન સર્ટીફિકેટ ન હોવાથી મેલબોર્ન વિમાની મથકે અટકાવી દેવામાં આવ્યો હતો અને બાદમાં તેને શરણાર્થી હોટેલમાં નજરકેદ કરાયો હતો. આથી તેને પાંચ રાત ડિટેન્શન સેન્ટરમાં પસાર કરવી પડી હતી. હવે આ મામલે જોકોવિચને કોર્ટમાંથી મોટી રાહત મળી છે.
સોમવારે સુનાવણી દરમિયાન જજ પેનલે જોકોવિચના પક્ષમાં ફેંસલો આપતા તેના વિઝા રદ ન કરવા ઓસ્ટ્રેલિયન સરકારને આદેશ આપ્યો હતો. આ સાથે જ તુરત જ તેને ડિટેન્શન સેન્ટરમાંથી બીજી જગ્યાએ શિફટ કરવા કહ્યંy હતું. આનો મતબલ એ થયો કે વર્તમાન ચેમ્પિયન નોવાક જોકોવિચ 10મા ઓસ્ટ્રેલિયન ખિતાબ માટે કોર્ટમાં જોવા મળશે. 
ભારતીય સમય અનુસાર આજે વહેલી સવારે 4-30 વાગ્યે સુનાવણી શરૂ થઈ હતી. જે પછી કોર્ટની લાઇવ સ્ટ્રીમિંગ ક્રેશ થઈ ગઈ હતી. જો કે થોડીવાર બાદ તે દુરસ્ત કરાઈ હતી. બીજી તરફ કોર્ટના આદેશ છતાં ઓસ્ટ્રેલિયાની સરકાર તેના નિર્ણય પર અડગ છે અને હાર માનવા તૈયાર નથી. ઓસિ. ગૃહ મંત્રીએ કહ્યંy છે કે હજુ પણ જોકોવિચને ઓસ્ટ્રેલિયાની બહાર મોકલવાની તાકાત છે. તમામ માટે કાનૂન એક છે. આથી તેના પણ વિઝા રદ થઈ શકે છે. અમે આગળનો નિર્ણય ટૂંકમાં લેશું વર્ષની પહેલી ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ મેલબોર્નમાં તા. 17 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે. જેમાં ભાગ લેવા જોકોવિચ પાંચમીએ મેલબોર્ન પહોંચ્યો હતો, પણ કોરોના ટીકાકરણ નિયમોના કાગળો તેની પાસે ન હોવાથી તેને અટકાવી દેવામાં આવ્યો હતો.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer