મારે કાંઇ સાબિત કરવાની જરૂર નથી, ત્રીજી ટેસ્ટ માટે ફિટ : કોહલી

મારે કાંઇ સાબિત કરવાની જરૂર નથી, ત્રીજી ટેસ્ટ માટે ફિટ : કોહલી
કપ્તાની વિવાદ અંગે મૌન : પૂજારા, રહાણે અને પંતનો કર્યો બચાવ
કેપટાઉન, તા.10: બીસીસીઆઇ સાથે કપ્તાની મુદ્દેના વિવાદ બાદ વિરાટ કોહલી આજે પહેલીવાર દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન મીડિયા સામે આવ્યો હતો. જો કે તેમણે કપ્તાની મામલે કોઇ વિવાદી બયાન આપ્યું ન હતું. કેપ્ટન કોહલીએ ટેસ્ટ શ્રેણી અને પોતાના બેટિંગ ફોર્મ વિશે ખુલીને વાત કરી હતી. ફિટનેસ સંદર્ભે સારી ખબર આપતા કહ્યંy કે તે હવે સંપૂર્ણ ફિટ છે અને ત્રીજા ટેસ્ટમા રમશે. આ તકે કપ્તાને તેના બે સિનિયર બેટસમેન પુજારા અને રહાણેના નબળા ફોર્મનો બચાવ કર્યોં હતો અને ઋષભ પંત વિશે પણ ચર્ચા કરી હતી. વિરાટે કહ્યંy કે અગાઉ 2014ના ઇંગ્લેન્ડ પ્રવાસ વખતે પણ મારી બેટિંગ પર સવાલ થયા હતા. મને ખબર છે કે ટીમમાં મારી કેટલી જરૂર છે. મેં પાછલા એક વર્ષમાં ઘણીવાર મહત્વની ભાગીદારીઓ કરી છે. મારે કાંઇ સાબિત કરવાની જરૂર નથી. મારા માટે એ મહત્વનું નથી કે બહારના લોકો શું કહે છે.
ફિટનેસ વિશે કોહલીએ જણાવ્યું કે મેચ ગુમાવવો પીડાદાયક હોય છે. બીજા ટેસ્ટમાં ન રમી શકવા માટે હું ખુદને દોષિ માનું છું. આખરી 11 વર્ષથી ત્રણેય ફોર્મેટની સાથે આઇપીએલ પણ રમી રહ્યો છું.વર્કલોડ સાથે સારી રીતે એડજસ્ટ થવું જરૂરી છે.

Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer