રાયડાના વાવેતરમાં વધારો, ઘઉંમાં ઘટાડો

રાયડાના વાવેતરમાં વધારો, ઘઉંમાં ઘટાડો
મુંબઈ, તા. 10 : તેલીબિયાંના ટેકાના ભાવ જાહેર થયા હોવાથી આ વર્ષે રાયડાના વાવેતરમાં 23 ટકાનો વધારો થયો છે. અત્યારે રવી સિઝનમાં તેલીબિયાંનો વાવેતર વિસ્તાર વધ્યો છે અને તે હજી વધવાની સંભાવના છે. ખેડૂતોને તેલીબિયાંની ખેતી કરવા પ્રોત્સાહન આપવા માટે કૃષિ મંત્રાલયે ટેકાના ભાવમાં રવી સિઝનની શરૂઆતમાં રાયડામાં 8.6 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.   
જોકે, તેલીબિયાંના વાવેતરમાં વધારો થતાં ઘઉંના વાવેતર વિસ્તારમાં ઘટાડો થઈ રહ્યો છે. ગત સપ્તાહ સુધીમાં ઘઉંના વાવેતર વિસ્તારમાં 1.7 ટકાનો ઘટાડો થયો છે. હાલમાં રાયડાનો વાવેતર વિસ્તાર 16.9 લાખ હેક્ટરમાં છે. રાજસ્થાનમાં વાવેતર વિસ્તાર અડધાથી પણ વધુ વધ્યો છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust