હૉટલો અને આહાર ગૃહોને 2તના 11 સુધી ખુલ્લા રાખવા સરકારને અરજ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : કોરોના કાળમાં 15 મહિનાના નિયંત્રણો બાદ હૉટલો અને રેસ્ટોરન્ટસ ફરી પાછા પ્રવૃત્તિઓથી ધમધમી રહ્યા હતા ત્યારે ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં લઈને સરકારના છેલ્લામાં છેલ્લા નિયંત્રણોથી હૉસ્પિટાલીટી ક્ષેત્રમાં ભય અને વ્યાકુળતા ફેલાઈ છે. હૉટલો અને આહારગૃહોને રાતના 11 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની હૉટેલ અને આહારગૃહના માલિકો તરફથી અરજ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે હૉટલો અને રેસ્ટોરન્ટસને 50 ટકા ક્ષમતા સાથે ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે અને સાથે એવી શરત મૂકી છે કે, હૉટલમાં આવતા તમામે બે ડૉઝ લીધા હોવા જોઈએ આને હૉટલો અને રેસ્ટોરન્ટસ રાતના 10થી સવારના 8 વાગ્યા સુધી બંધ રહેવા જોઈએ.
`ઓમિક્રોનની આ નવી લહેરની આતિશ્ય ઉદ્યોગને ફટકો પડશે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, અમને રાતના 11 વાગે સુધી ધંધો કરવાની છૂટ આપે. એમ હૉટલ ઍન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન અૉફ વેસ્ટર્ન ઇન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ પ્રદીપ શેટ્ટીએ જણાવ્યું હતું.'
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust