કાશી વિશ્વનાથ : ખુલ્લા પગે કામ કરતા કર્મચારીઓ માટે મોદીએ મોકલ્યાં પગરખાં

નવી દિલ્હી, તા. 10: કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા લોકોને કડકડતી ઠંડીમાં ખુલ્લા પગે કામ કરવું પડશે નહીં. પીએમ મોદીએ કાશી વિશ્વનાથ ધામમાં કામ કરતા લોકો માટે શણનાં પગરખાં મોકલ્યાં છે. પીએમ મોદીએ જાણ થઈ કે કાશી વિશ્વનાથમાં પૂજારી, સુરક્ષાકર્મી અને મંદિરની સાફસફાઈ કરતા કર્મચારીઓ ઠંડીમાં ખુલ્લા પગે કામ કરે છે. તેને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો હતો. કાશી વિશ્વનાથ ધામની તમામ કામગીરી ઉપર પીએમ મોદી બારીક નજર રાખે છે. મંદિરમાં ચામડા, રબરના પગરખાં પહેરવાની મનાઈ હોવાથી તમામ કર્મચારી ખુલ્લા પગે કામ કરતા હોય છે. જેને લઈને પીએમ મોદીએ 100 જોડી શણનાં પગરખાં મગાવીને કાશી વિશ્વનાથ ધામ મોકલ્યા હતા.  
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust