વાયરસ ચીને ફેલાવ્યો કે નહીં તે અમારે જોવાનું? સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી

નવી દિલ્હી, તા. 10: કોરોના મહામારીનો કોઈને કોઈ ઉપચાર કે સમાધાન છે તેવું માનતી અને વિચારતી પ્રત્યેક વ્યક્તિને કોર્ટમાં અરજીઓ દાખલ કરવાની અનુમતિ આપી શકાય નહીં તેવું આજે ઉગ્ર થયેલી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
ચીને જૈવિક શત્ર તરીકે કોરોના વાયરસનો જાણીબૂજીને પ્રસાર કર્યો હોવાનો આરોપ લગાવતી આ અરજી ઉપર વિચાર કરવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કરી દીધો હતો. જસ્ટિસ એસ.કે. કૌલ અને જસ્ટિસ એમ.એમ.સુંદરેશ દ્વારા એક વકીલની આવી અરજી ખારિજ કરતાં ગુસ્સે ભરાઈને કહ્યું હતું કે, આ માત્ર પ્રચાર માટે થયેલી અરજી છે. કોર્ટે અરજદારને ફટકાર લગાવતા કહ્યું હતું કે, શું એ તપાસવાનું કામ અદાલતનું છે કે, આનો આંતરરાષ્ટ્રીય પ્રભાવ શું છે અને ચીન નરસંહાર કરી રહ્યું છે કે નહીં? ભડકી ઉઠેલી સુપ્રીમ કોર્ટે આગળ કહ્યું હતું કે, આ કેવી અરજી છે? શું ચાલે છે આ બધું?
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust