ઓમિક્રોને બદલ્યું રૂપ વેરિયન્ટના બીએ.1 વાયરસનાં લક્ષણો સામે આવ્યાં

નવી દિલ્હી, તા. 10 : દેશભરમાં કોરોના વાયરસથી સંક્રમણમાં ઝડપી વધારા માટે જવાબદાર માનવામાં આવી રહેલા ઓમિક્રોન વેરિયેન્ટે ભારતમા કદાચ રૂપ બદલી લીધું છે. ઓમિક્રોનના જ એક રૂપ બીએ.1 વેરિયેન્ટે હવે ડેલ્ટાની જગ્યા લેવાની શરૂઆત કરી દીધી છે. વર્તમાન સમયમાં મહારાષ્ટ્ર અને અમુક અન્ય રાજ્યોમાં આ બદલાવની અસર જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકો પોઝિટિવ ક્લીનિકલ સેમ્પલના જીનોમ સ્ક્વિનસીંગની કામગીરી કરી રહ્યા છે. જેના અભ્યાસ બાદ જ વધુ જાણકારી સામે આવી શકશે. 
વૈજ્ઞાનિકોના કહેવા પ્રમહાણે ઓમિક્રોનનો બીએ.1 વેરિયેન્ટ દેશભરમા ઝડપથી વધી રહેલા કેસ માટે જવાબદાર છે.  જો કે રાહતની વાત છે કે નવા વેરિયેન્ટથી પ્રભાવિત લોકોમાં હળવા લક્ષણો જ જોવા મળી રહ્યા છે અને લોકોને હોસ્પીટલમાં દાખલ કરાવવાની જરૂર પડી રહી નથી.  ઓમિક્રોન વેરિયેન્ટની જ ફેમીલી સાથે જોડાયેલા નવા વેરિયેન્ટ બીએ .1, બીએ.2 અને બીએ.3 સામે આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ બાયટેક્નોલોજીનાસ વરિષ્ઠ વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે અમુક ક્લીનીકલ સેમ્પલમાં બીએ.1ની હાજરી મળી આવી છે.આ વેરિયેન્ટ ઓમિક્રોન પરિવારનો જ છે. આ માટે પીડિત લોકોમાં ઓમિક્રોન જ બતાવવામાં આવે છે. 
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer