નવી મુંબઈ હવે બનશે ફ્લેમિંગો સિટી

નવી મુંબઈ હવે બનશે ફ્લેમિંગો સિટી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : નવી મુંબઈ પાલિકાએ તેના સ્વચ્છતા અભિયાનની સફળતા પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા નવી પદ્ધતિ અપનાવવાનો નિર્ણય લીધો છે. નવી મુંબઈ પાલિકાએ કેન્દ્ર સરકાર પાસે પરવાનગી માગી છે કે તેને શહેરના વિવિધ વિસ્તારોમાં `વેલકમ ટુ ફ્લેમિંગો સિટી' (અર્થાત ફ્લેમિંગોના શહેરમાં તમારું સ્વાગત છે) એવું લખાણ મૂકવાની પરવાનગી આપવામાં આવે. પાલિકાની ગણતરી એવી છે કે આ શહેર માત્ર સ્વચ્છ છે એટલું જ નહીં, પરંતુ તે પર્યાવરણને અનુકૂળ હોવાથી હજારો ફ્લેમિંગો પક્ષી દર વર્ષે શિયાળામાં તેની મુલાકાતે આવે છે.

Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer