અર્જુન બિજલાની અને ઋત્વિક ધનજાની ઝી રિશ્તે એવૉર્ડ્સ હૉસ્ટ કરશે

અર્જુન બિજલાની અને ઋત્વિક ધનજાની ઝી રિશ્તે એવૉર્ડ્સ હૉસ્ટ કરશે
ઝી ટીવી તેમના કાર્યક્રમોના કલાકારો, દિગ્દર્શકો, નિર્માતા, ક્રિયેટિવ ટીમ તથા ટેકનિશિયન્સનો ઉત્સાહ વધારવા માટે દર વર્ષે ઝી રિશ્તે એવૉર્ડ્સ આપે છે. આ વર્ષે પણ ઉત્સાહભેર આ ઍવૉર્ડ સમારંભ યોજાશે અને તેમાં રિશ્તા ઝી ટીવી એક ચેનલ તરીકે દર્શકોની સાથે  રિશ્તો કા ત્યોહારની ઉજવણી કરશે. આ કાર્યક્રમનું સંચાલન અર્જુન બિજલાની અને ઋત્વિક ધનજાની કરશે. તેમની દોસ્તી આમાં જોવા મળશે. અર્જુને જણાવ્યું હતું કે, આ પ્રથમ વાર હું ઝી ટીવી પર જોવા મળીશ. ઋત્વિકનો સ્વભાવ મળતાવડો છે એટલે અમને બંનેને કાર્યક્રમના સંચાલનમાં મજા આવશે. 
ઋત્વિકે કહ્યું કે, સચસંચાલક મિત્ર જેવો હોય તો મજા આવે છે. હું અને અર્જુન સારા મિત્રો છીએ એટલે અમે મજા કરીશું. અમે આ સમારંભની રાહ જોતા હોઈએ છીએ.
ઝી ટીવીની કઈ સિરિયલના કયા કલાકારને એવૉર્ડમાં નૉમિનેશન મળ્યું છે તે વિશેની વિગતો ધરાવતું કર્ટેન રેઈઝર ટૂંક સમયમાં આવી રહ્યું છે. 
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer