ઘર એક મંદિર-કૃપા અગ્રસેન મહારાજ કીમાં ઇશિતા ગાંગુલીની ઍન્ટ્રી

ઘર એક મંદિર-કૃપા અગ્રસેન મહારાજ કીમાં ઇશિતા ગાંગુલીની ઍન્ટ્રી
ઍન્ડ ટીવી પરથી પ્રસારિત થતી સિરિયલ ઘર એક મંદિર-કૃપા અગ્રસેન મહારાજ કીમાં અભિનેત્રી ઇશિતા ગાંગુલી સંધ્યા ગુપત્ના પાત્રમાં જોવા મળે છે. સંધ્યાના પ્રવેશ સાથે ગેંદા (શ્રેણુ પરીખ)ના જીવનમાં નવા અવરોધો પેદા થશે. ઇશિતાએ જણાવ્યું કે, મેં આ સિરિયલના થોડા એપિસોડ જોયા છે અને તેમાં લાગણીઓના ભારે ઉતારચડાવ છે. આ એક જ સિરિયલ એવી છે, જેમાં દરેક પાત્રને સરખું મહત્ત્વ આપવામાં આવ્યું છે. સંધ્યા જોશીલી યુવતી છે. તેના અને વરુણ વચ્ચે પાંચ વર્ષ પૂર્વે પ્રેમ હતો. પરંતુ સંધ્યા સ્થાયી થવા તૈયાર ન હોવાથી સંબંધ તૂટી ગયો હતો. જોકે, તે વરુણના જીવનમાં ન આવી પણ નિશા (કેનિશા ભારદ્વાજ)ની કઝિન હોવાથી અગરવાલ પરિવારમાં ઓચિંતી આવી જાય છે. તેના પાત્રના આવવા સાથે ગેંદા અને વરુણના જીવનમાં કેવો વળાંક આવે છે તે જોવું રહ્યું. 
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust