ઇન્ડિયા અૉપનમાં બિનક્રમાંકિત અસ્મિતા ટોચની રશિયન ખેલાડીને હરાવીને બીજા રાઉન્ડમાં

ઇન્ડિયા અૉપનમાં બિનક્રમાંકિત અસ્મિતા ટોચની રશિયન ખેલાડીને હરાવીને બીજા રાઉન્ડમાં
નવી દિલ્હી, તા.11: ઇન્ડિયા ઓપન બેડમિન્ટ ટૂર્નામેન્ટના પ્રારંભે સ્ટાર પીવી સિંધુની પહેલા રાઉન્ડમાં શાનદાર જીત થઇ છે. જ્યારે ભારતની યુવા ખેલાડી અષ્મિતા ચાલિહાએ ઉલટફેર કરીને પાંચમા ક્રમની યેવગેનિયા કોસેત્સકાયાને હાર આપીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. બિનક્રમાંકિત અષ્મિતા દુનિયાની 28મા નંબરની ખેલાડી છે. તેણીએ રશિયાની પાંચમા ક્રમની ખેલાડીને 24-21 અને 21-16થી હાર આપી હતી. જ્યારે સ્ટાર પીવી સિંધુનો હમવતન ખેલાડી શ્રીકૃષ્ણા સામે 21-5 અને 21-16થી વિજય નોંધાયો હતો. જો કે ચિરાગ સેનને પહેલા રાઉન્ડમાં મલેશિયન ખેલાડી સામે હાર મળી હતી. સિંધુ બીજા રાઉન્ડમાં ઇજીપ્તની ખેલાડી હેની દોહા અને ભારતની ઈરા શર્મા વચ્ચેના મેચની વિજેતા ખેલાડી સામે ટકરાશે.

Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer