આઇપીએલનું ટાઇટલ સ્પૉન્સર તાતા ગ્રુપ

આઇપીએલનું ટાઇટલ સ્પૉન્સર તાતા ગ્રુપ
ચીની મોબાઇલ કંપની વિવોની વિદાય
નવી દિલ્હી, તા.11: ચીની મોબાઇલ કંપની વીવો હવે આઇપીએલની ટાઇટલ સ્પોન્સર રહી નથી. તેનાં સ્થાને દેશના ટોચના ઉદ્યોગ ગૃહ ટાટા ગ્રુપ આઇપીએલનું નવું ટાઇટલ સ્પોન્સર બન્યું છે. આથી નવી સિઝન એટલે કે 2022થી આ ટી-20 લીગ ટાટા આઇપીએનાં નામથી જાણવામાં આવશે. આઇપીએલના ચેરમને બ્રિજેશ પટેલે આજે આ જાણકારી મીડિયાને આપી હતી.
ચીની મોબાઇલ કંપની વીવો આઇપીએલના ટાઇટલ સ્પોન્સરશિપ માટે બીસીસીઆઇને દર વર્ષે 440 કરોડ રૂપિયા ચૂકવતી હતી. ગયા વર્ષે ભારત-ચીન વચ્ચેના ઘર્ષણને લીધે દેશમાં ઉઠેલા વિરોધને લીધે વીવો કંપનીએ બ્રેક લીધો હતો. આથી 2020માં ડ્રીમ-11 કંપની આઇપીએલની ટાઇટલ સ્પોન્સર બની હતી. જે માટે તેણે બીસીસીઆઇ સાથે એક વર્ષ માટે 222 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. બાદમાં 2021માં ફરી વીવોની વાપસી થઈ હતી. વીવોએ પ વર્ષ માટે 2190 કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો. બીસીસીઆઇ અને ટાટા ગ્રુપ વચ્ચે કેટલી રકમનો કરાર થયો છે તેની વિગત જાહેર થઈ નથી.

Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer