પહેલીથી 10 જાન્યુઆરી દરમિયાન મલેશિયામાં પામતેલના ઉત્પાદનમાં 32 ટકાનો ઘટાડો

સ્થાનિક બજારમાં પામતેલના ભાવો સ્થિર
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ઓવરનાઈટ અમેરિકન બજાર સીબોટ(શિકાગો બોર્ડ ઓફ ટ્રેડ)બજર મા સોયાતેલ  વાયદો 75 પોઈન્ટ ઘટીને 57.89 સેંટસ બંધ આવ્યો.કારણ હતુ 12તારીખે અમેરિકન એજન્સી યુએસડીએ નો માસિક ડીમાન્ડ સપ્લાય રજુ થનાર છે,તો એની પુર્વે સાવચેતી જોવા મલી. બીજી બાજુ નાયમેકસ પર ક્રુડ તેલ 0.87 સેંટ વધિને ડોલર 76.08 બંધ આવ્યુ.કાલના રીપોર્ટ પછી આજે હરીફ સોયાતેલ વાયદા નરમાઇ ને લીધે મલેશીયામાં ક્રુડ પામ તેલ વાયદામાં નફાવસુલી એ  સવારના પ્રથમ સત્ર મા કાલના બંધ 5029 રિંગિટ સામે નીચામાં 79 રિંગિટ ઘટી  પ્રથમ સત્ર ના અંતે 7 રિંગિટ ના ઘટાડે 5022 મથાળે બંધ આવ્યો 
બપોર પછી સત્ર મા ચાઇનાના કોમોડીટીઝ માર્કેટ મા પામતેલ વાયદા મા વધારા થી  અને 1થી 10 જાન્યુઆરી દરમ્યાન મલેશીયામાં પામતેલ ના ઉત્પાદનમાં 32 ટકાનો ઘટાડો સાઉથ પેનિનસુલા પામ ઓઈલ મિલર્સ એસોસિએશને દર્શાવતા સીપીઓ બેંચ માર્ક માર્ચ 43 રિંગિટ ના વધારા સાથે 5072 મથાળે બંધ આવ્યો. 
વધવાના કારણો : ગઈકાલે મલેશીયન પામ ઓઈલ બોર્ડે ડીસેમ્બર મહીનાનો  ડીમાન્ડ સપ્લાય રીપોર્ટ રજુ કર્યો હતો..જે તેજી તરફી હતો જેમા જેમા ડીસેમ્બર મહીનાના અંતે સ્ટોક 12.88ટકા ઘટીને 1583040 ટન  આવ્યો. ધારણા કરતા વધુ ઘટ્યો. 
જયારે ઉત્પાદન 11.26 ટકા ઘટીને 14.51 લાખ ટન આવ્યુ. 
 સ્ટોક અને ઉત્પાદન બન્ને પાંચ મહિના ની નીચલી સપાટીએ રહેતા ભાવોને સપોર્ટ મલ્યો. 
1થી 10 જાન્યુઆરી દરમ્યાન મલેશીયામાં પામતેલ ના ઉત્પાદનમાં 32 ટકાનો ઘટાડો સાઉથ પેનિનસુલા પામ ઓઈલ મિલર્સ એસોસિએશન દર્શાવતા હતા. 
ઘટવાનુ.કારણ : 1થી 10જાન્યુઆરી દરમ્યાન પામતેલ ના એકસપોર્ટ મા 40 થી લય ને 42 ટકાનો ઘટાડો અલગ અલગ કાર્ગો સર્વેયર દર્શાવતા હતા(આઇ ટી એસ સર્વેયર મુજબ  પામતેલ નો એક્સપોર્ટ રીપોર્ટ 41.55ટકા ઘટ્યો ( 572689 સામે 334750 ટન રહ્યો )(એ એમ સ્પેક મુજબ 41.38 ટકા ઘટીને 544059 સામે 318928 ટન રહયો) 
આવતીકાલે  અમેરિકન  એજન્સી યુએસડીએ (યુનાઈટેડ સ્ટેટ્સ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર) માસિક ડીમાન્ડ સપ્લાય રીપોર્ટ રજુ કરશે જેમા સાઉથ અમેરિકન દેશ આર્જેન્ટીના અને બ્રાઝીલ ના સોયાબીન ના પાક મા ઘટાડા નો અંદાજ છે.( 1થી 3 મીલયન ટન) 
અહી ધરેલું  મુંબઈ  ખાદ્યતેલ બજારમાં આયાતી પામતેલ ના ભાવો ડાયરેક્ટ રીફાઇનરી/ઈમ્પોર્ટર ના 1165 મથાળે કામકાજ હતા.રીસેલ શાંત હતા. અન્ય તેલ મા મસ્ટર્ડ 1560+10  સીંગતેલ  1340+20 સનફલાવર  1245 કોટન રીફા 1225+ 10 અને સૉયા 5વધીને 1205 મથાળે હતા. 
દેશાવર/ મથકે ગુજરાત રાજકોટ સીંગતેલ  1300 વોશ કૉટન 1170 રીફા 1230  સૉયા 1185 અને પામ 1145રહયા મહારાષ્ટ્ર કોટન વોશ 1165/70 રીફા 1205 સૉયા 1220 અને પામ 1185/90રહય્ 
એમ પી ઇન્દોર સોયા 1195/1200ટકેલા હતાજયારે રાજસ્થાન જયપુર મસ્ટર્ડ 1533 કંડલા મથકે સીપીઓ 1120અને સોયા ડીગમ.1150મથાળે હતા.
ઓલ ઇનડીયા તેલીબીયાં ની આવકમાં સોયાબીની 40000 ગુણી વધીને 285000 રહી. 
(જેમા એમ પી 150000 મહારાષ્ટ્ર  115000 રાજસ્થાન 10000 અન્ય 10000) 
મસ્ટર્ડ શીડ ની આવકમા 100000 રહી(જેમા રાજસ્થાન  45000 એમપી 5000 યુપી 15000 એચ.પી 5000 ગુજરાત 5000અનય 25000 ગુણી રહી.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust