માલેગાવ બ્સાસ્ટ કેસનો ખટલો બંધબારણે ચલાવવાની આરોપીની માગણી

મુંબઈ, તા. 11 (પીટીઆઈ) : 2008ના માલેગાવ બ્લાસ્ટ કેસના એક આરોપી લેફટેનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિતે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી ખટલાની કાર્યવાહી બંધબારણે ચલાવવાની માગણી કરી છે. 
અરજીમાં તેમણે કહ્યું હતું કે 2019માં નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કોર્ટે ખટલાની કાર્યવાહી પર ચર્ચા કરવા પર મીડિયા પર રોક લગાવી હોવાછતાં મીડિયામાં છૂટથી આ ખટલાની ચર્ચા અને સંવાદ ચાલી રહ્યો છે. ન્યાયના હિતમાં કોર્ટમાંની કાર્યવાહી કોર્ટરૂમ સુધી સિમિત રહેવી જોઈએ અને આ કાર્યવાહીનો ઓપિનિયન-મેકર્સ કે રાષ્ટ્રવિરોધી તકવાદીઓ લાભ લે એવી પરિસ્થિતિનું નિર્માણ પણ થવા દેવું ન જોઈએ. 
2019માં નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પણ સ્પેશિયલ કોર્ટને ખટલો બંધબારણે ચલાવવાની અને પત્રકારોને કોર્ટરૂમમાં પ્રવેશ ન આપવાની વિનંતી કરી હતી. એ વખતે પત્રકારોએ આ વિનંતીનો વિરોધ કરેલો. જોકે, સ્પેશિયલ કોર્ટે નૅશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની વિનંતીને રિજેક્ટ કરી હતી અને ખટલાના રિપોર્ટિંગ માટે મીડિયા પર અમુક શરતો મુકી હતી. કોર્ટની એક શરત એ હતી કે મીડિયાએ સાક્ષીની ઓળખ જાહેર કરવી ન જોઈએ અને આ કેસના મુદ્દે કોઈ ચર્ચા પણ કરવી ન જોઈએ.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer