સિદ્ધુવાણી : મુખ્ય પ્રધાન જનતા નક્કી કરશે

ચંડીગઢ, તા. 11 : પંજાબ કૉંગ્રેસના મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ હશે? એ અંગે પક્ષના પ્રદેશ અધ્યક્ષ નવજોતસિંહ સિદ્ધુએ સ્પષ્ટપણે કહ્યું કે રાજ્યના મુખ્ય પ્રધાન પજાબના લોકો નક્કી કરશે, હાઈકમાન નહીં. અમે પંજાબ મોડેલ લઈને આવ્યા છીએ. આ મોડેલના આધારે લોકો વિધાનસભ્યોને ચૂંટશે. 
ચંડીગઢમાં પત્રકારો સાથેની વાતચીત દરમિયાન સિદ્ધુએ કહ્યું કે, આવતા પાંચ વરસ પંજાબ મોડેલ પર પર સરકાર ચાલશે. એ સાથે સિદ્ધુએ ઉમેર્યું કે મારું ભવિષ્ય પંજાબ મૉડ પર નિર્ભર કરે છે. સિદ્ધુએ મુખ્ય પ્રધાન ચરણજીતસિંહ ચન્નીનું નામ લીધા વિના તેમને આડે હાથ લીધા હતા. 
પંજાબ મોડેલમાં પાણી અને પર્યાવરણને બચાવવા માટે કેવા પગલા લેવાશે પ્રશ્નના જવાબમાં સિદ્ધુએ કહ્યું કે, પાણી સૌથી મોટો ખજાનો છે. 
હવે પછીનું વિશ્વયુદ્ધ પાણીના મુદ્દે જ થશે. આ મામલે તેમના પંજાબ મોડલ પર તલસ્પર્શી ચર્ચા થશે. અને અમે બાબા નાનકના પગલે ચાલીશું. મફતની લૉલિપોપ શું પંજાબ મોડેલમાં હશે? એ અંગે સિદ્ધુએ કહ્યુ ંકે સબસિડી જરૂરી છે, પણ જરૂરિયાતમંદો માટે. પંજાબમાં અમે ઇન્ડસ્ટ્રીને સસ્તી વિજળી પૂરી પાડી રહ્યા છીએ. ખેડૂતોને મફત વીજળી અપાઈ રહી છે.

Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer