ઝૂપડામાં ઉપલા માળે રહેનારાઓનાં હિત માટે જનહિતની અરજી

ઝૂપડામાં ઉપલા માળે રહેનારાઓનાં હિત માટે જનહિતની અરજી
ગોપાળ શેટ્ટીની અરજી અંગે રાજ્ય સરકારને નોટિસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : ઝૂંપડપટ્ટીઓમાં પ્રથમ માળે કે મેજેનાઈન ફ્લોર પર રહેતા લોકોને કોઈ ફાયદો નહીં કરી આપતા સ્લમ્સ ઍક્ટની જોગવાઈઓની બંધારણીય કાતદેસરતાને પડકારતી ભાજપના સાંસદ ગોપાલ શેટ્ટીની જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકાર અને મુંબઈ પાલિકા પાસેથી જવાબ માંગતા મહારાષ્ટ્રના એડ્વોકેટ જનરલ અને સ્લમ રીહેબિલિટેશન ઓથોરિટી (એસઆરએ)ને નોટિસ પાઠવી હતી.
ઉત્તર મુંબઈના આ સાંસદે કરેલી જાહેર હિતની આ અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે, બિન આરોગ્યપ્રદ હાલતમાં રહેતા ઝૂંપડાવાસીઓના વ્યાપક હિતમાં અને એસઆરએ પ્રોજેક્ટોની ઇમારતોમાં જ્યારે તેમને ઘર ફાળવવામાં આવે ત્યારે તેમની સાથે કોઈ ભેદભાવ ન થાય એવા હેતુથી આ અરજી કરવામાં આવી છે.
અૉનલાઇન હિયરિંગ વખતે શેટ્ટી હાજર રહ્યા હતા અને તેમના વકીલ અમરેન્દ્ર મિશ્રા પણ હાજર રહ્યા હતા.
મુખ્ય ન્યાયમૂર્તિ દિપાનકર દત્તા અને ન્યાયાધીશ એમ. એસ. કર્ણિકની બનેલી ડિવિજન બેન્ચ સમક્ષ આ સુનાવણી કરવામાં આવી હતી. આ અરજીમાં મહારાષ્ટ્ર, સ્લમ એરિયા (ઇમ્પ્રુવમેન્ટ, ક્લિયરન્સ ઍન્ડ રીડેવલપમેન્ટ) ઍક્ટ 2017ની કલમ 3બી (5)ની કાયદેસરતાને પડકારવામાં આવી હતી.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust