નવીદિલ્હી, તા.11: કેન્દ્ર સરકારે આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની મુદ્દત 15 માર્ચ સુધી લંબાવી દીધી છે. નાણા મંત્રાલયનાં રેવન્યુ વિભાગ દ્વારા જારી જાહેરનામામાં આ અંગે જાણકારી આપવામાં આવી હતી. તે મુજબ કોરોના મહામારીની સ્થિતિનાં કારણે કરદાતાઓને થતી પરેશાનીઓને ધ્યાને લેતા તારીખ લંબાવવામાં આવી છે. આ ઉપરાંત જણાવવામાં આવ્યું છે કે, ઈન્કમ ટેક્સ એક્ટની જોગવાઈઓ હેઠળ વિભિન્ન ઓડિટ રિપોર્ટના ઈ-ફાઈલિંગમાં આવતી સમસ્યાઓનાં કારણે પણ ડેડલાઈન વધારવામાં આવી છે.
Published on: Wed, 12 Jan 2022
કૉર્પોરેટ રિટર્ન ફાઈલ કરવાની મુદ્દત 15 માર્ચ સુધી લંબાવાઈ
