ભારતના જ્ઞાન-સંસ્કૃતિના પ્રસારમાં હિંદીની મહત્ત્વની ભૂમિકા : મોદી

ભારતના જ્ઞાન-સંસ્કૃતિના પ્રસારમાં હિંદીની મહત્ત્વની ભૂમિકા : મોદી
નવી દિલ્હી, તા.11 : વડાપ્રધાન મોદીએ સોમવારે હિંદી દિવસ નિમિત્તે કહ્યું હતું કે હિંદી આપણાં જ્ઞાન અને સંસ્કૃતિના પ્રસારમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિદેશ મંત્રાલય દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું કે મંત્રાલયે હિંદી દિવસના અવસરે ઓનલાઈન કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેની અધ્યક્ષતા વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખીએ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ.જયશંકરના સંદેશાનું પઠન કરવામાં આવ્યું હતું. નિવેદન અનુસાર, વડાપ્રધાને પોતાની શુભેચ્છાઓ વ્યક્ત કરતાં કહ્યું કે હિંદી પોતાની સાદગીને કારણે આપણાં જ્ઞાન અને સંસ્કૃતિનો પ્રસાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માહિતી પ્રસાર અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હિંદીના વધતાં ઉપયોગ સાથોસાથ યુવાઓમાં વધતી લોકપ્રિયતા તેના ઉજ્જવળ ભવિષ્યને પ્રસ્તુત કરે છે. વિદેશ મંત્રીએ પોતાના સંદેશામાં કહ્યં કે આપણે સતત હિંદીને વૈશ્વિક મંચ ઉપર લાવવા તરફ આગળ વધી રહ્યા છીએ. લેખીએ જણાવ્યું કે 100 દેશોના આશરે 670 શિક્ષણ સંસ્થાનોમાં હિંદી ભણાવવામાં આવે છે.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust