તેલુગુ ફિલ્મ બ્રોચેવરુઈવરુરાની હિન્દી રિમેક વેલે ઍમેઝોન પ્રાઈમ પર જોવા મળે છે. કરણ દેઓલ અભિનિત આ ક્રાઈમ કૉમેડી ફિલ્મમાં ત્રણ જીગરી દોસ્તની વાર્તા છે જે પ્રિન્સિપાલની દીકરીનું અપહરણ કરવાની યોજના બનાવે છે. તેની સમાંતરે એક નવોદિત દિગ્દર્શક જાણીતા અભિનેતાને આવી જ પટકથા સંભળાવે છે અને જ્યારે આ બંને વાર્તા વચ્ચે ટક્કર થાય છે ત્યારે કૉમેડી સર્જાય છે. દેવેન મુંજાલ દિગ્દર્શિત વેલેની વાર્તામાં જબરદસ્ત ઉતાર-ચડાવ છે. આમાં કરણ દેઓલ, અભય દેઓલ, અનયા સિંહ, સાવંત સિંહ પ્રેમી, વિશેષ તિવારી અને મૌની રોય છે.
Published on: Thu, 13 Jan 2022
અભય દેઓલની ક્રાઈમ કૉમેડી વેલે ઍમેઝોન પ્રાઈમ પર
