છોરીની સિકવલમાં નુસરત ભરૂચા જ હશે

છોરીની સિકવલમાં નુસરત ભરૂચા જ હશે
ગત નવેમ્બર મહિનામાં રજૂ થયેલી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ છોરીએ પ્રેક્ષકો તથા આલોચકોને પ્રભાવિત કર્યા હતા. ફિલ્મને મળેલી સફળતાથી પ્રેરાઈને નિર્માતાએ તેની સિકવલની જાહેરાત કરી છે. ફિલ્મમાં અભિનેત્રી નુસરત ભરૂચાએ સાક્ષી માનની યુવતીનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મની વાર્તા ગર્ભવતી દંપતી અજાણ્યા ઘરમાં જાય છે અને ત્યાંથી શરૂ થાય છે પૅરાનૉર્મલ ઘટનાઓ. નુસરતે ગર્ભવતી યુવતીનું પાત્ર સુંદર રીતે ભજવ્યું છે. આથી દિગ્દર્શક વિશાલ ફુરિયાએ તેને લઈને જ સિકવલ બનાવવાના હોવાનું જણાવ્યું હતું.  
વિશાલે જણાવ્યું હતું કે, નુસરતની અભિનય ક્ષમતાને ફિલ્મોદ્યોગમાં ઓછી આંકવામાં આવી છે. તેણે અજીબ દાસ્તાન જેવી ફિલ્મોમાં પોતાની ક્ષમતા પુરવાર કરી છે. વાસ્તવમાં તે બહુમુખી પ્રતિભા ધરાવે છે. મેં ગયા વર્ષે સુપરનેચરલ થ્રિલર સાથે તેનો સંપર્ક કર્યો હતો. તે સાક્ષીના પાત્રને પૂરેપૂરો ન્યાય કરી શકશે એની મને ખાતરી હતી. જયારે મને સિકવલ બનાવવાનું કહેવામાં આવ્યું ત્યારે મેં પહેલી શરત મૂકી કે સાક્ષીના પાત્રમાં નુસરતને જ લેવામાં આવે. તેણે આ પાત્રને જે રીતે ઉપસાવ્યું છે તે કાબિલેદાદ છે. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer