લેડી કિલરમાં અર્જુન કપૂર સાથે ભૂમિ પેડણેકર

લેડી કિલરમાં અર્જુન કપૂર સાથે ભૂમિ પેડણેકર
ગત અૉકટોબરમાં અર્જુન કપૂરે અજય બહલની ફિલ્મ લેડી કિલરમાં અભિનય કરતો હોવાની જાહેરાત કરી હતી. હવે આ ફિલ્મમાં અર્જુન સાથે ભૂમિ પેડણેકરને લેવામાં આવી છે. આ પ્રથમવાર અર્જુન અને ભૂમિની જોડી રૂપેરી પરદે જોવા મળશે. સસ્પેન્સ ડ્રામા ફિલ્મમાં નાના શહેરમાં દિલફેક આશિક યુવાન અર્જુન નકારાત્મક વિચારો ધરાવતી યુવતીના પ્રેમમાં પડે છે. ત્યાર બાદ રહસ્યનાં તાણાંવાણાં ગુંથાતા જાય છે અને વાર્તા ગૂઢ બને છે. લેડી કિલરમાં અનપેક્ષિત વળાંકો અને મનોરંજનનો ડોઝ છે. ભૂમિએ જણાવ્યું કે, હું હંમેશાં કંઈક નવું અને સાહસિક કરવા માટે તૈયાર હોઉં છું. લેડી કિલરની વાર્તા સાંભળીને હું ઉત્સાહિત થઈ ગઈ હતી. કલાકાર તરીકે આ પાત્ર મને મારી મર્યાદાઓને ઓળંગીને અભિનય ક્ષમતા દર્શાવવાનો પડકાર આપે છે. અર્જુન અને અજય બહલ સાથે શૂટિંગ શરૂ કરવા આતુર છું. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust