ડ્રાઈવિંગ લાઈસન્સની રિમેક સેલ્ફીમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી

ડ્રાઈવિંગ લાઈસન્સની રિમેક સેલ્ફીમાં અક્ષય કુમાર અને ઈમરાન હાશ્મી
મલયાલમ ફિલ્મ ડ્રાઈવિંગ લાઈસન્સની હિન્દી રિમેક સેલ્ફીમાં અક્ષય કુમાર અને ઈમરાશ હાશ્મી જોવા મળશે. મૂળ ફિલ્મમાં પૃથ્વીરાજ અને સૂરજ વેનજારામુંડુએ જે ભૂમિકા ભજવી હતી તે હિન્દી ફિલ્મમાં અનુક્રમે અક્ષય અને ઈમરાન ભજવશે. આ બંને કલાકારોએ ફિલ્મની જાહેરાત માટે ખાસ ટીઝર શૂટ કર્યું છે. 53 સેકન્ડનું આ ટીઝર ફિલ્મની માહિતી આપશે. અક્ષય અને ઈમરાને પોતાના સોશિયલ મીડિયા પર ટીઝરની તસવીરો શૅર કરી લખ્યું છે, સૅલ્ફી! કારણ શા માટે નહીં? ઈમરાને લખ્યું છે- નવો લૂક, નવા સ્પંદનો, અક્ષય પાસેથી પ્રેરણા લીધી છે અને દિવસની શરૂઆત સેલ્ફીથી કરી છે. 
ડ્રાઈવિંગ લાઈસન્સની વાર્તા પોલીસ ઈન્સ્પેકટર  અને સુપરસ્ટારની આસપાસ વીંટળાયેલી છે. પોલીસ ઈન્સ્પેકટર સુપરસ્ટારનો ચાહક હોય છે અને જયારે સ્ટાર પોલીસ ઈન્સ્પેકટરના પરિવાર સાથે તસવીર પડાવવાની ના પાડે છે ત્યારે બંનેના અહમ્ ટકરાય છે. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust