ભારત, પાકિસ્તાન, અૉસિ. અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 સુપર સિરીઝના આયોજનનો પ્રસ્તાવ

ભારત, પાકિસ્તાન, અૉસિ. અને ઇંગ્લૅન્ડ વચ્ચે ટી-20 સુપર સિરીઝના આયોજનનો પ્રસ્તાવ
પીસીબી ચૅરમૅન રમીઝ રાજાએ ટ્વિટ કરી યોજના રજૂ કરી
નવી દિલ્હી તા.12: ભારત-પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ ટક્કર હંમેશા ગળાકાપ અને લોકપ્રિય રહી છે. ભારત-પાક.ની ટીમ વચ્ચેના કોઇ પણ ક્રિકેટ મુકાબલા પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર હોય છે. બન્ને ટીમ પાછલા ઘણા સમયથી ફકત આઇસીસીની ટૂર્નામેન્ટમાં જ આમને-સામને હોય છે. બન્ને દેશ વચ્ચેના તનાવભર્યાં સંબંધને લીધી દ્રિપક્ષી શ્રેણી બંધ છે. 
હવે પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)ના નવા ચેરમેન અને પૂર્વ સુકાની રમીઝ રાજાએ ભારત, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે દર વર્ષે ટી-20 ઇન્ટરનેશનલ સુપર સિરીઝ રમાડવાનો પ્રસ્તાવ મુકયો છે. 
રમીઝ રાજાએ ટિવટ કરીને આઇસીસી સમક્ષ આ પ્રસ્તાવ સહમતિથી મુકવાની વાત કરી છે. તે કહે છે કે આ ટી-20 સુપર સિરીઝ રોમાંચક બની રહેશે અને દર વર્ષે તેનું રોટેશનના આધારે ચારેય દેશમાં આયોજન થવું જોઇએ.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer