કોરોના સંક્રમિત સુંદરનાં સ્થાને વન ડે ટીમમાં જયંત

કોરોના સંક્રમિત સુંદરનાં સ્થાને વન ડે ટીમમાં જયંત
સિરાઝના કવરમાં સૈનીનો સમાવેશ
મુંબઈ, તા.12: કોરોના સંક્રમિત સ્પિન ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર દ. આફ્રિકા પ્રવાસની ત્રણ વન ડે શ્રેણીની બહાર થઈ ગયો છે. તેનાં સ્થાને જયંત યાદવનો ભારતીય ટીમમાં સમાવેશ કરાયો છે જ્યારે ટેસ્ટ શ્રેણી દરમિયાન સ્નાયુ ખેંચાઈ જવાને લીધે મોહમ્મદ સિરાઝના કવર માટે નવદીપ સૈનીનો આફ્રિકાના પ્રવાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બીસીસીઆઇએ જણાવ્યું છે કે, વોશિંગ્ટન સુંદરને ટીમની સાથે આજે સાઉથ આફ્રિકા રવાના થશે નહીં, કારણ કે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી ચેતન શર્માની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેના સ્થાને જયંત યાદવની પસંદગી કરી છે. ભારત-આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વન ડે શ્રેણીનો પ્રારંભ 19 જાન્યુઆરીથી થશે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust