ઓમિક્રોન સામે બુસ્ટર ડૉઝ પર્યાપ્ત નથી; નવી રસીની જરૂર : ડબ્લ્યુએચઓ

નવી દિલ્હી, તા. 12 : દુનિયાભરના દેશોમાં બૂસ્ટર ડોઝ અભિયાન છેડાયું છે ત્યાર વિશ્વ આરોગ્ય સંસ્થા (હું)એ ફરી ચેતવણી આપી છે કે મોજુદ રસીઓનો બુસ્ટર ડોઝ પૂરતો નથી.
સંક્રમણ સામે રક્ષણ માટે વધુ પ્રભાવી રસી બનાવવાની જરૂર છે. વર્તમાન રસીઓના બૂસ્ટર ડોઝનું પુનરાવર્તન નવા વેરિયંટ વિરૂદ્ધ યોગ્ય રણનિતિ નથી, તેવું `હું'ના તજજ્ઞોએ કહ્યું હતું.
તાંત્રિક સલાહકાર જૂથના તજજ્ઞોએ જણાવ્યું કે, અલબત્ત અત્યારની રસીઓ ગંભીર બિમારી અને મોત સામે સુરક્ષા આપે છે. પરંતુ ભવિષ્યમાં એવી રસી બનાવવાની જરૂર છે જે સંક્રમણનેવધુ મજબૂતી સાથે રોકી શકે અને મોતને વધુ અસરકારક રીતે રોકી શકે.  વિશ્વ આરોગ્ય સંગઠનના તજજ્ઞો તરફથી એવી ચેતવણી પણ અપાઇ છે કે આવનારા છથી આઠ સપ્તાહમાં યુરોપિયન આબાદીનો લગભગ અડધો અડધ ભાગ ઓમિક્રોનથી સંક્રમિત થઇ જશે. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust