ચીનમાં સૌથી ક્રૂર લૉકડાઉન મહિલા, બાળકો મેટલનાં બોક્સમાં કેદ

બીજિંગ, તા. 12: ફરીથી કોરોના મહામારી વકરતા દુનિયાની હાલત વણસી ગઈ છે. ચીનનાં અન્યાંગ સહિત અનેક શહેરોમાં લોકડાઉન જેવા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. ચીનમાં કુલ મળીને 2 કરોડથી વધુ લોકો લોકડાઉનમાં ઘરબંધી ભોગવી રહ્યાં છે. 
ચીનમાં ઝીરો કોવિડી પોલિસી અંતર્ગત લોકો સાથે ક્રૂર કહી શકાય તેવો અતિરેક વર્તવામાં આવી રહ્યો છે. 
ચીને નાગરિકોને આઈસોલેટ કરી રાખવા માટે ક્વોરન્ટાઈન કેમ્પસનું એક આખું નેટવર્ક બનાવી નાખ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં મેટલનાં ખોખાં જેવાં આવાસ બનાવાય છે. જેમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકો સહિતનાં લોકોને આઈસોલેશનનાં નામે રીતસર કેદ કરી નાખવામાં આવે છે. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer