ગાંધીજી વિશે અપમાનજનક નિવેદન કાલીચરણ મહારાજની ફરી ધરપકડ

વર્ધા, તા. 12 : મહાત્મા ગાંધી અંગે કથિત અપમાનજનક નિવેદન આપવા અંગે દર્જ થયેલા એક મામલામાં વર્ધા પોલીસે આજે કાલીચરણ મહારાજની ધરપકડ કરી હતી. પોલીસ અનુસાર કાલીચરણને છત્તીસગઢના રાયપુરથી પરોઢે પાંચ વાગ્યે વર્ધા લાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ જ પ્રકારના એક મામલામાં તેમને રાયપુરની જેલમાં રાખવામાં આવ્યા હતા.
કાલીચરણ મહારાજને વર્ધાની મેજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરાતાં તેમને ન્યાયિક અટકમાં મોકલવામાં આવ્યા હતા. વર્ધા શહેર થાણામાં 29 ડિસેમ્બર 2021ના મામલો દર્જ કરવામાં આવ્યો હતો.મહારાષ્ટ્રમાં અકોલા પોલીસે પણ આવો જ એક મામલો દર્જ કર્યો છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust