લંડન, તા. 12 : માનવ શરીરની શક્તિશાળી કોશિકાઓ ઓમિક્રોન સામે સુરક્ષા કવચની ભૂમિકા ભજવે છે. નવા વેરિઅન્ટને ઓળખી લઇને તેની સામે લડવાની તાકાત ધરાવે છે. દક્ષિણ?આફ્રિકાની કેપટાઉન યુનિવર્સિટીમાં સાથે કામ કરતા સંશોધકો વેંડી બર્ગર્સ અને કેથરિન રિપૂએ એક અભ્યાસ બાદ આવું તારણ આપ્યું હતું.
ઓમિક્રોન અન્ય પ્રકારોની તુલનામાં વધારે મ્યૂટન્ટ હોવાથી તેની શરીર પર કેવી અસરો થશે તે જાણવા માટે અભ્યાસ કરાયો હતો.
આ સંશોધકોએ કોરોના સંબંધિત સવાલોના જવાબો શોધવાની કવાયત કરતાં મેસારસ્યુસેટસ સ્થિત હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સેન્ટર ફોર વાયરોલોજી એન્ડ વેક્સિન રિસર્ચના નિર્દેશક ડેન બરોએ કહ્યું હતું કે, ઓમિક્રોન ગમે તેટલો ખતરનાક હોય પરંતુ ટી-સેલ્સ સામે કમજોર છે.
Published on: Thu, 13 Jan 2022
માનવ શરીરની કોશિકાઓમાં ઓમિક્રોન સામે લડવાની તાકાત : હાર્વર્ડનું તારણ
