એસ. સોમનાથ બન્યા નવા ઈસરો ચીફ

એસ. સોમનાથ બન્યા નવા ઈસરો ચીફ
નવી દિલ્હી, તા. 12 : વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી)ના ડાયરેક્ટર અને ઈસરોના પ્રમુખ વૈજ્ઞાનિક એસ. સોમનાથને ઈસરોના નવા ચીફ બનાવવામાં આવ્યા છે. તિરુવનંતપુરમ સ્થિત વીએસઅસસીના ડાયરેક્ટર એસ. સોમનાથ દેશના સારા રોકેટ ટેક્નોલોજીસ્ટ અને એરોસ્પેસ એન્જીનિયર છે. 
વીએસએસસી પહેલા સોમનાથ તિરુવનંતપુરમ સ્થિત લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટરના ડાયરેક્ટર પણ રહી ચુક્યા છે. તેઓએ ઈસરોના રોકેટ્સના વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. સોમનાથ લોન્ચ વ્હીકલના ડિઝાઈનમાં માસ્ટર છે.
 તેઓ લોન્ચ વ્હીકલ સિસ્ટમ એન્જીનિયરિંગ, સ્ટ્રક્ચરલ ડિઝાઈન, સ્ટ્રક્ચરલ ડાયનેમિક્સ અને પાઈરોટેક્નીક્સના એક્સપર્ટ છે. ઈસરો ચીફ બન્યા પહેલા તેઓ જીસેટ-એમકે11 (એફ09)ના અપગ્રેડનું કામ સંભાળી રહ્યા હતા. જેથી ભારે સેટેલાઈટને અંતરિક્ષમાં લોન્ચ કરી શકાય. સોમનાથે એર્નાકુલમથી મહારાજા કોલેજમાંથી પ્રી ડિગ્રી પ્રોગ્રામ પુરો કર્યો છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer