ભારત અને ચીન વચ્ચે 14મા તબક્કાની સૈન્ય મંત્રણા શરૂ

ભારત અને ચીન વચ્ચે 14મા તબક્કાની સૈન્ય મંત્રણા શરૂ
ગતિરોધના સ્થળોએથી સૈન્ય વાપસી માટે વાતચીત
નવી દિલ્હી, તા. 12 : પૂર્વી લદ્દાખમાં ટકરાવના શેષ વિસ્તારમાં છેલ્લા 20 મહિનાથી જારી સૈન્ય ગતિરોધના સમાધાન માટે ભારત અને ચીન વચ્ચે બુધવારે કોર કમાન્ડર સ્તરની વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીત ત્રણ મહિનાના સમયગાળા બાદ કરવામાં આવી રહી છે. સુરક્ષા પ્રતિષ્ઠાન સંબંધિત સૂત્રોના કહેવા પ્રમાણે 14મા દોરની કોર કમાન્ડર સ્તરની વાર્તા પૂર્વી લદ્દાખમાં એલએસી ઉપર ચીન તરફથી ચુશુલ મોલ્ડો બેઠક સ્થળે થઈ રહી છે. 
એમ માનવામાં આવે છે કે વાતચીત મુખ્ય રીતે હોટ સ્પ્રિંગ્સ વિસ્તારમાં સૈનિકોને પાછા ખેંચવા ઉપર કેન્દ્રીત રહેશે. એવી આશા કરવામાં આવી રહી છે કે ભારતીય પક્ષ દેપસાંગ બલ્જ અને ડેમચોકમાં મુદ્દાના સમાધાન સહિત બાકીના સ્તળોએ પણ સૈનિકોની વાપસી ઉપર ભાર મુકશે. બેઠકમાં ભારતનું નેતૃત્વ લેફ્ટેનન્ટ જનરલ અનિદ્યા સેનગુપ્તા કરી રહ્યા છે. જેઓને લેહ સ્થિત 14મા કોરના નવા કમાન્ડર નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે ચીનનું નેતૃત્વ ચીફ મેજર જનરલ યાંગ લિન કરી રહ્યા છે. 
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust