તમન્ના ભાટિયા છે ફૅશન ટ્રેન્ડસેટર

તમન્ના ભાટિયા છે ફૅશન ટ્રેન્ડસેટર
બૉલીવૂડ અને દક્ષિણ ભારતની ફિલ્મોમાં અભિનય કરીને જાણીતી બનેલી અભિનેત્રી તમન્ના ભાટિયા ફૅશન ટ્રેન્ડસેટર છે. સામાન્ય રીતે અભિનેત્રીઓને કેટલીક સ્ટાઈલ સારી લાગે અને કેટલીક નથી લાગતી. પરંતુ તમન્નાની ખાસિયત એ છે કે તે દરેક પ્રકારની સ્ટાઈલ અને ફૅશનના પોશાકમાં શોભે છે. રૉકિંગ હૉલોગ્રાફિક ડ્રેસ કલર બ્લૉકિંગ, મેટાલિક સ્ટાઈલ, ગ્લેમરસ ડ્રેસીંગ, પાવર ડ્રેસીંગ, મૉનૉક્રૉમિક મૅજિક, ટેટ્રો વાઇબ, અને બ્લેક ડ્રેસમાં તેની અદાઓ જોઈને અન્ય અભિનેત્રીઓને ઈર્ષા ઉપજે છે. હાલમાં તેણે ઈન્સ્ટાગ્રામ પર આ પ્રકારની સ્ટાઈલીંગની તસવીરો મૂકી હતી જે ચાહકો સાથે અન્ય અભિનેત્રીઓની પણ પ્રશંસાને પાત્ર બની છે. આ તસવીરોમાં તમન્નાનું સ્ટાઇલીંગ સ્ટાઈલિસ્ટ શાલિન નથાનીએ કર્યું હતું જે દીપિકા પદુકોણની સ્ટાઈલિસ્ટ છે. 

Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust