વૈશ્વિક બજારમાં નિકલ, જસત, એલ્યુમિનિયમમાં ઘટાડાનું વલણ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : વૈશ્વિક બજારોમાં બિનલોહ ધાતુના ભાવમાં ચલહલવાળા સમાન દૈનિક ધોરણે વધઘટની સ્થિતિ સર્જાઈ છે અથવા ઊભી કરવામાં આવી છે. ગઈકાલે મોટા ભાગની મેટલના ભાવમાં સુધારો હતો. આજે લંડન મેટલ એક્સચેંજ ખાતે સ્મેક્યુલેટીવ ધાતુ નિકલના ભાવમાં 400 ડૉલર ઘટીને બંધ ભાવ 21,877 ડૉલર ક્વોટ થયો હતો. સટ્ટાકિય લેણ થકી કોઈ ફંડામેન્ટલ બદલાવા વિના નિકલમાં 22,000 ડૉલરની સપાટી સર થઈ હતી, હવે તેમાં ઘટાડો સૂચક છે. જોકે, તાંબાનો ભાવ આગેકુચ જારી રાખી. આજે વધુ 48 ડૉલર સુધરીને 9,925 ડૉલરે નરમ રહ્યો હતો, જ્યારે બલ્ક ઔદ્યોગિક ધાતુ સીસામાં બે સેશનથી ભાવમાં ખાસ વધઘટ સિવાય બંધ 2,300 ડૉલર રહ્યો હોવાનું બીએમઈ સૂત્રોએ જણાવ્યું હતું. જસતનો ભાવ 36 ડૉલર ઘટાડે 35,79 ડૉલરે નરમાઈ તરફી હતો, જ્યારે એલ્યુમિનિયમનો ભાવ મામુલી ઘટાડા સાથે 2,945 ડૉલરે બંધ હતો.
સ્થાનિક બજારમાં તપાસ કરતા જણાય છે કે ભાવમાં અનિશ્ચિત વધઘટને લીધે આયાતમાં તાત્પૂરતી રુકાવટ આવી છે. ટ્રેડરો અને ઉદ્યોજકો સ્થાનિક બજારમાંથી જોઈએ તેટલી ખરીદી કરી રહ્યા છે. જેથી આગામી સમયને અનુરૂપ ત્વરિત નિર્ણય લઈ શકાય.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer