કોરોનાથી પરેશાન વેપારીઓ પર એક વધુ મુસીબત : કૈટ

મરાઠીમાં બોર્ડ બનાવવાના નાણાં ક્યાંથી આવશે?
મુંબઈ, તા. 13 : કોન્ફેડરેશન અૉફ અૉલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)ના મહાનગર અધ્યક્ષ અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં કોરોના સંક્રમિત લોકો અને વેપારીઓની સંખ્યા વધી રહી છે અને વેપારીઓ પાસે વેપાર કરવાની  મૂડી નથી. આવી પરિસ્થિતિમાં વેપારીઓ મરાઠીમાં બોર્ડ બનાવવાના પૈસા ક્યાંથી લાવશે અને બોર્ડ બનાવવા માટે પેન્ટર, કારપેન્ટર અને ઇલેક્ટ્રિશિયન વગેરેથી જરૂર પડતી હોય છે તો શું તેનાથી સંક્રમણ નહીં વધે? તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લગભગ દુકાનો પર અન્ય ભાષાઓની સાથે સાથે મરાઠીમાં બોર્ડ લખેલા હોય છે અને કેટલાકમાં નાના અક્ષરોમાં લખેલા હોય છે તો તેનાથી બહુ ફરક પડશે નથી. સરકારે કોરોના કાળમાં આવો નિર્ણય લેવો જોઈતો નહતો અને મુંબઈ એક આંતરરાષ્ટ્રીય શહેર છે. એટલે અહીંયા તમામ ભાષાઓમાં બોર્ડની મંજૂરી આપવી જોઈએ. કૈટના મહાનગર વાઇસ ચૅરમૅન દિલીપ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, અમે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને આ નિર્ણય પર પુનર્વિચાર કરવાની વિનંતી કરીએ છીએ અને કોરોના કાળમાં પરેશાન વેપારીઓને ન્યાય આપે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer