કોરોનાએ વેગ પકડયો : 2.47 લાખ નવા સંક્રમિતો

કોરોનાએ વેગ પકડયો : 2.47 લાખ નવા સંક્રમિતો
નવી દિલ્હી, તા.13 : ભારતમાં કોરોનાના કેસમાં છેલ્લા ર4 કલાકમાં 27 ટકાનો જબ્બર ઉછાળો આવ્યો છે. ત્રીજી લહેરમાં પહેલીવાર એક દિવસમાં દેશમાં નવા 2,47,417 કેસ નોંધાયા જે બુધવારે 1,94,720 હતા. કોરોના સંક્રમણ જેટ ઝડપે વધી રહ્યુ છે અને માત્ર 16 દિવસમાં જ રોજિંદા કેસ લગભગ 39 ગણાં વધ્યા છે. ર8 ડિસેમ્બરે દેશમાં 6358 કેસ નોંધાયા હતા.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 380 દર્દીઓના મૃત્યુ થયા છે. જયારે વેક્સિનેશનની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. 24 કલાકમાં વધુ 76,32,024 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં અત્યાર સુધીમાં 1,54,61,39,46પ ડોઝ અપાઈ ચૂક્યા છે. કોરોનાનો ડેઈલી પોઝિટિવિટી રેટ 13.11 ટકા ચાલી રહ્યો છે જેની સામે સાપ્તાહિક દર 10.80 ટકા છે. એક્ટિવ કેસ ટકાવારી 3.08 ટકા છે અને દેશમાં કુલ 11,17,531 એક્ટિવ કેસ છે. જેની સામે રિકવરી રેટ 95.59 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 84,825 દર્દીઓ સાજા થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં 3,47,15,361 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust