મેડમ સરમાં ગુલ્કી જોશીએ સ્વાંગ રચ્યો કે તેની હમશકલ છે?

મેડમ સરમાં ગુલ્કી જોશીએ સ્વાંગ રચ્યો કે તેની હમશકલ છે?
સોની સબ પરથી પ્રસારિત થતી સિરિયલ મેડમ સરમાં નવા અવતારમાં ગુલ્કી જોશી જોવા મળે છે. સિરિયલમાં આવેલા મોટા વળાંકમાં ઉર્મિલાની ઍન્ટ્રી થઈ છે, જે દેખાય છે તો એસઅચઓ હસીના મલિક જેવી પણ વ્યક્તિત્વમાં તેનાથી વિપરિત આખાબોલી છે. હસીના મલિકે બુદ્ધિશક્તિ અને લાગણીથી બધાના મન જીત્યા હતા. જોકે, એએલઆઈ મીરા દ્વારા અકસ્માતે ગોળી મારવામાં આવતા તેનું મૃત્યુ થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. હવે ગુલ્કી જોશી ઉર્મિલા તરીકે પુન:પ્રવેશી છે અને તેને જોતાં સૌ ચકિત થયા છે. ગુલ્કીએ જણાવ્યું કે, મારા માટે આ ઉત્તમ તક છે અને નસીબનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. ઉર્મિલાના પાત્ર સાથે મને નવી ભૂમિકા મળી છે. ઉર્મિલા હસીનાથી સાવ વિપરિત છે અને મને તે માટે નવો પ્રયોગ કરવાનો અવસર મળ્યો છે. આશા છે દર્શકોને પણ ઉર્મિલા ગમશે. હવે પછીની વાર્તાના વળાંકો અત્યંત રસપ્રદ છે.  
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust