કૉમેડિયન અને અભિનેતા કપિલ શર્મા વર્ષોથી નાના પરદે મનોરંજન રજૂકરે છે. કપિલ શર્મા શૉને કારણે તે ઘરેઘરમાં જાણીતો બની ગયો છે અને તે મોટાભાગના લોકો તેનો આ શૉ જોતા હોય છે. ફૂકરેના દિગ્દર્શક મૃગદીપસિંહ લાંબાએ કપિલના જીવન પરથી ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. છેલ્લા થોડા સમયતી કપિલની બાયોપિક વિશે ચર્ચા સાંભળવા મળતી હતી. જોકે, હવે મૃગદીપે તેને પુષ્ટિ આપી છે અને તેનું શીર્ષક ફનકાર હોવાનું જણાવ્યું છે. ફિલ્મના નિર્માતા મહાવીર જૈન છે અને આમાં કપિલના જીવનની જાણી-અજાણી તમામ વાતોનો સમાવેશ હશે. કપિલના ચાહકોની સંખ્યા લાખોમાં છે એટલે લોકોને તેના જીવનમાં રસ હોવો સહજ છે. હવે ચાહકોની આ ઇચ્છા ફિલ્મના માધ્યમથી પૂરી થશે.
Published on: Sat, 15 Jan 2022
કપિલ શર્માની બાયોપિક ફનકાર
