લાગણીના સંબંધો ધરાવતી સિરિયલો અને અનોખા રિયાલિટી શૉની ભરમાર ધરાવતી ચેનલ ઝી ટીવીના ઝી રિશ્તે ઍવૉર્ડ રિશ્તોં કા ત્યોંહાર ટૂંક સમયમાં ઝી ટીવી પરથી પ્રસારિત થશે. આ વાર્ષિક ઍવૉર્ડ સમારંભમાં કલાકારો, દિગ્દર્શકો, નિર્માતાઓ અને ટેક્નિશિયન્સને પ્રોત્સાહન આપવા માટે યોજવામાં આવે છે. ઝી રિશ્તે ઍવૉર્ડ્સના રેડ કાર્પેટ પર સિરિયલના કલાકારો ખાસ કરીને ઝી કુટુંબનો દબદબો જોવા મળશે. ઝી કુટુંબના પ્રસિદ્ધ સિતારાઓ જેમ કે, શબ્બીર અહલુવાલિયા, અવિનેશ રેખી, રક્ષંદા ખાન, અંજુમ ફકિહ, સંજય ગગનાની, પૂરનમ પ્રીત, અભિષેક કપૂર, ઐશ્વર્યા ખરે, આંચલ ગોસ્વામી, અક્ષિતા મુદ્ગલ, અંજલી તત્રારી, હિમાંશુ સોની ગ્લેમરસ વત્રોમાં જોવા મળશે. અૉન ક્રીન પાવર હાઉસ જોડી પ્રીતા-કરણ, ક્રિશા-દેવરાજ વગેરેનું કલર-કૉઓર્ડિનેટેડ આઉટફિટ સૌનું ધ્યાન ખેચશે. દરેક પરિવાર ખાસ રંગના કપડાં પહેરવાના હોવાથી સૌ ભીડમાં અનોખી તરી આવશે. કુંડલી ભાગ્યના કલાકારો બ્લેક ઍન્ડ વ્હાઈટમાં, કુમકુમ ભાગ્યના સફેદ-ગુલાબીમાં, ભાગ્ય લક્ષ્મીની ટીમ લાલ, રિશ્તોં કા માંઝાના કલાકારો લીલા, અગર તુમ ન હોતેના કલાકારો બ્લુમાં, મીત અને ઇસ મોડ સે જાતે હેની ટીમ અનુક્રમે જાંબુડી તથા કેસરીમાં અને તેરે બિના જિયા જાયે નાની ટીમ બ્લેકમાં જોવા મળશે.
Published on: Sat, 15 Jan 2022
ઝી રિશ્તે એવૉર્ડના રેડ કાર્પેટ પર ઝી ટીવી કુટુંબનો દબદબો
