સિંધુ, લક્ષ્ય ઇન્ડિયા અૉપનની સેમિફાઇનલમાં

સિંધુ, લક્ષ્ય ઇન્ડિયા અૉપનની સેમિફાઇનલમાં
નવી દિલ્હી, તા.14 (પીટીઆઇ) : બે વખતની અૉલિમ્પિક પદક વિજેતા ભારતની પી વી સિંધૂ અને વિશ્વ ચેમ્પિયનશિપનો કાંસ્ય પદક વિજેતા લક્ષ્ય સેન શુક્રવારે અહીં યોનેકસ-સનરાઇઝ ઇન્ડિયા અૉપન બેડમિંટન ટુર્નામેન્ટની કવાર્ટર ફાઇનલમાં જીતીને અંતિમ ચારમાં પહોંચવામાં સફળ રહ્યા હતા. પૂર્વ વિશ્વ ચેમ્પિયન સિંધુએ 36 મિનિટ ચાલેલા મુકાબલામાં 21 વર્ષીય હમવતન અશ્મિતા ચાલિહાને 21-7 21-18થી હરાવી હતી. લક્ષ્યએ એચ એસ પ્રણોયએ મુશ્કેલ મુકાબલામાં 14-21 21-9 21-14થી હરાવીને મેન્સ સિંગલની સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સિંધુનો સેમિફાઇનલમાં મુકાબલો થાઇલૅન્ડની સુપનિદા કટેથોંગ સાથે થશે. સિંગાપુરની યેઓ જિયા મિન ભારે તાવને પગલે ટુર્નામેન્માંથી બહાર થયા બાદ કેટથોંગને સેમિફાઇનલમાં જગ્યા મળી હતી. લક્ષ્ય અંતિમ ચાર મુકાબલામાં મલેશિયાના કે ન્ગ તેજ યોંગ અથવા આયરલેન્ડના ન્હાટ ન્ગુયેન વચ્ચે થનારી અન્ય કવાર્ટર ફાઇનલના વિજેતા સામે ટકરાશે. પુરુષ સિંગલ કવાર્ટર ફાઇનલમાં લક્ષ્ય અને પ્રણોય વચ્ચે મુકાબલો થયો હતો. પ્રણોય પહેલી ગેમ જીતવામાં સફળ રહ્યો હતો, પરંતુ લક્ષ્યે બીજી ગેમ પોતાને નામ કરી મુકાબલો બરાબરીનો કર્યો હતો. સિંધુએ શરૂઆતની ગેમમાં પોતાના અનુભવનો ઉપયોગ કરીને 11-5થી ગેમ પોતાને નામ કરી હતી.  

Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer