ખંડણી માટે અજીત પવારના ફોન નંબરનો ઉપયોગ કરનારા છ પકડાયા

પુણે, તા. 14 (પીટીઆઈ) : શહેરના બીલ્ડરનો સંપર્ક કરવા અને ત્યારબાદ તેની પાસેથી રૂપિયા 30 લાખની ખંડણીનો પ્રયાસ કરવા માટે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના ફોન નંબરનો ઉપયોગ કરવા બદલ છ જણની ધરપકડ કરવામાં આવી હતી એમ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાંચે છટકું ગોઠવ્યું હતું અને ગુરુવારે બીલ્ડર પાસેથી રૂપિયા બે લાખ લઈ રહેલા આરોપીને પકડી પાડયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે એક આરોપી ફરિયાદીને ફોન કરવા `ફેક કૉલ' એપ્લિકેશન પર પવારના નંબરનો ઉપયોગ કરતો હતો અને એવો ઢોંગ કરતો હતો કે તે નાયબ મુખ્ય પ્રધાનના સ્ટાફનો માણસ છે.
આરોપીઓને નવનાથ ચોરમાલે, સૌરભ કાકાડે, સુનીલ વાઘમારે, કિરણ કાકાડે, ચૈતન્ય વાઘમારે અને આકાશ નિકાલ્જે તરીકે ઓળખી કાઢવામાં આવ્યા હતા. ડેવેલોપરે 1997માં ચોરમાલેના દાદા પાસેથી જમીન ખરીદી હતી. ચોરમાલેએ તાજેતરમાં ડેવેલોપર પાસેથી વળતરની માગણી કરી હતી અને દાવો માંડયો હતો. ત્યારબાદ તેણે આના વિષે કાકાડેને વાત કરી હતી જેણે પવારના અંગત મદદનીશને પોતે જાણતો હતો એવો દાવો કરીને મદદ કરવાની અૉફર કરી હતી અને એવું વચન આપ્યું હતું કે ડેવેલોપરને ફોન કરવા તે અંગત મદદનીશને જણાવશે. એમ એક અધિકારીએ જણાવ્યું હતું.કાકાડેએ ત્યારબાદ ફેક કૉલ ઍપનો ઉપયોગ કરીને પવારના ફોન નંબરથી ડેવેલોપરને ફોન કર્યો હતા
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust