અચાનક મોસમ બદલાવાથી જનરલ રાવતનું ચોપર ક્રેશ થયું : કોર્ટ અૉફ ઇન્કવાયરી

અચાનક મોસમ બદલાવાથી જનરલ રાવતનું ચોપર ક્રેશ થયું : કોર્ટ અૉફ ઇન્કવાયરી
નવી દિલ્હી, તા. 14 : આઠમી ડિસેમ્બરે જનરલ બિપિન રાવતના હેલિકૉપ્ટર ક્રેશની ઘટનાની તપાસ અહેવાલમાં કોર્ટ અૉફ ઇન્કવાયરીનું તારણ છે કે, ખરાબ હવામાનના કારણે એમ.આઈ.-17 હેલિકૉપ્ટર તામિલનાડુના કુન્નુરની પહાડીઓમાં ટકરાયું હતું, જેમાં જનરલ રાવત સજોડે અને ભારતીય લશ્કરના 12 અન્ય અધિકારીના મૃત્યુ થયા હતા.
વાયુ સેના તરફથી કોર્ટ અૉફ ઇન્કવાયરી સંબંધે આજે જણાવાયું હતું કે, તપાસમાં ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપીટ વોઈસ રેકર્ડ્સનું વિશ્લેષણ પૂર્ણ કરી લેવાયું છે. ત્રણે સેનાએ આ વિશ્લેષણ કર્યું છે. 
શરૂઆતની તપાસમાં મિકેનિક્સ સમસ્યા, નુકસાન કે ક્ષતિ અથવા લાપરવાહી ગણાવાયું હતું. પરંતુ મોસમ-વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને ચોપર વાદળો વચ્ચે ઘેરાઈ જતા પાયલટ રૂટ વિશે ભ્રમમાં પડી જતા એક ચટ્ટાન સાથે ટકરાઈ ગયું હતું. રિપોર્ટમાં આ સાથે જ ભવિષ્યમાં આવી કમનસીબ ઘટનાઓ રોકવા કેટલીક ભલામણો કરાઈ છે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer