પહેલા મેચમાં પેનલ્ટી શૂટઆઉટની રોચક જીત બાદ બીજા મેચમાં 2-3થી હાર
રોટરડેમ (નેધરલેન્ડસ), તા.19: ગુરજીત કૌરના બે ગોલની મદદથી ભારતીય મહિલા હોકી ટીમે શાનદાર દેખાવ કરીને એફઆઇએચ પ્રો લીગના ડબલ ગેમ મુકાબલામાં પેનલ્ટી શૂટઆઉટમાં ઓલિમ્પિક સિલ્વર મેડલિસ્ટ આર્જેન્ટિનાની ટીમ વિરુદ્ધ 2-1 ગોલથી હાર આપીને ઉલટફેર કર્યો છે. મેચના નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 3-3 ગોલની બરાબરી પર રહી હતી. આજે રાત્રે રમાયેલા બીજા મેચમાં ભારતીય મહિલા ટીમ 2-3થી મેચ હારી હતી. આજે આર્જેન્ટિના શ્રેણી 1-1ની બરાબરી કરવામાં સફળ રહ્યંy હતું. બીજા મેચની જીત સાથે આર્જેન્ટિનાની મહિલા ટીમે એફઆઇએચ પ્રો લીગનો ખિતાબ જીતી લીધો છે. ભારતીય મહિલા ટીમ પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને રહી છે.
પહેલા મેચના નિર્ધારિત સમયમાં ભારત તરફથી ગુરજીત કૌરે 37મી અને પ1મી મિનિટે પેનલ્ટી કોર્નરની મદદથી ગોલ કર્યા હતા જ્યારે લાલરેમસિયામીએ મેચની ચોથી મિનિટે જ શાનદાર ફિલ્ડ ગોલ કર્યો હતો જ્યારે આર્જેન્ટિનાની મહિલા ટીમ તરફથી ઓગસ્ટિના ગોર્જેલાનીએ હેટ્રિક કરીને 22મી, 37મી અને 4પમી મિનિટે ગોલ કર્યા હતા. બાદમાં પેનલ્ટી શૂટ આઉટમાં ભારત તરફથી નેહા ગોયેલ અને સોનિકાએ ગોલ કર્યા હતા જ્યારે આર્જેન્ટિના તરફથી ફકત વિકટોરિયા ગ્રાનાટો જ ગોલ કરી શકી હતી. આથી ભારતનો 2-1થી રોમાંચક વિજય થયો હતો. આ મેચમાં ગોલકીપર અને કપ્તાન સવિતા પૂનિયાનો દેખાવ શાનદાર રહ્યો હતો.
Published on: Mon, 20 Jun 2022
ભારતીય મહિલા હોકી ટીમે મજબૂત આર્જેન્ટિના સામે એફઆઇએચ ડબલ ગેમ સિરીઝ 1-1થી ડ્રો કરી
