મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

મુંબઈ, તા.19 : આગામી સપ્તાહથી મહારાષ્ટ્ર સહિત મુંબઈમાં વરસાદનું જોર વધશે એવી આગાહી હવામાન ખાતાએ વ્યકત કરી છે. થાણે અને પાલઘરમાં આગામી પાંચ દિવસ સુધી યલો એલર્ટ જારી કરાયુ છે. 20મી અને 21મી જૂને શહેરના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. રાયગઢ અને છૂટા છવાયા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. અહીં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. શનિવારે કોલાબામાં 12.6 મિ.મી જ્યારે સાંતાક્રુઝમાં 1.0 મિ.મી વરસાદની નોંધ થઇ હતી. અત્યારસુધીમાં મોસમનો કુલ વરસાદ કોલાબામાં 142.5 મિ.મી તો કોલાબામાં 99.1 મિ.મી નોંધાયો છે.  
મુંબઈમાં આવતીકાલે વાદળિયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની તેમ જ છૂટાછવાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કોલાબા વેધશાળાએ કરી છે. આવતીકાલે મહત્તમ ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ ઉષ્ણતામાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે. આજે સવારે 8.30 વાગ્યે પૂરા થયેલા 24 કલાકમાં કોલાબામાં 9.5 મિ.મી અને સાંતાક્રુઝમાં 16.2 મિ.મી વરસાદ નોંધાયો નહોતો. રાત્રે 8.30 વાગ્યે પૂરા થયેલા બાર કલાકમાં કોલાબામાં  48.4 મિ.મી અને સાંતાક્રુઝમાં 2.4 મિ.મી વરસાદની નોંધ થઇ હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું હતું.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer