ચકલી ટકરાતાં વિમાનમાં આગ : 185 પ્રવાસી સલામત

પટણા, તા. 19 : બિહારના પટણા એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ટળી હતી. દિલ્હી જવા ઉડાન ભરનારાં સ્પાઈસ જેટના વિમાનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી મળતી માહિતી મુજબ, હવામાં જ એક ચકલી ટકરાતાં વિમાનનું એન્જિન બંધ થઈ ગયું હતું. ત્યારબાદ તાકીદે ઉતરાણ કરાવવાની ફરજ પડી હતી. સલામત ઉતરાણમાં સફળતા મળતાં વિમાનમાં સવાર 185 યાત્રીઓના જીવ બચી ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, તમામ યાત્રીને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હતા. અગ્નિશામક દળના વાહનો ધસી ગયા હતા. યાંત્રિક ખામી સર્જાતાં વિમાનમાં આગ લાગી હતી. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશકના કાર્યાલયે જણાવ્યું હતું કે, ઈજનેરોની ટીમે આગળ તપાસ આદરી છે.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer