એલએસીમાં બદલવાના પ્રયાસો અસ્વીકાર્ય : જયશંકર

ચીને સમજૂતી તોડી સરહદે સૈન્ય ખડક્યું
નવી દિલ્હી, તા. 19: વિદેશ પ્રધાન એસ જયશંકરે કહ્યું છે કે ભારત ચીન દ્વારા યથાસ્થિતિ કે એલએસસી બદલવાની કોઈપણ એકતરફી કોશિશને મંજૂરી આપશે નહીં. પૂર્વી લદ્દાખ સીમા વિવાદ ઉપર વાતચીત કરતા જયશંકરે કહ્યું હતું કે, ચીને 1993 અને 1996ની સમજૂતીનું ઉલ્લંઘન કરતા સરહદે મોટી સંખ્યામાં સૈન્ય તૈનાતી કરી છે. ચીનનો પ્રયાસ સ્પષ્ટ રીતે એલએસીને એકતરફી રીતે બદલવાનો હતો. 
જયશંકરે કહ્યું હતું કે, દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો હોવા છતાં પણ એક વ્યાપક સંગઠનાત્મક પ્રયાસનાં માધ્યમથી એલએસી ઉપર ચીનનો મુકાબલો કરવા માટે સક્ષમ હતો. આ વાતને ઘણી વખત લોકો અને વિશ્લેષકો દ્વારા તેમજ દેશની રાજનીતિમાં પણ પર્યાપ્ત માન્યતા મળી નથી. વિવાદમાં વિસ્તારથી વાત કરતા જયશંકરે કહ્યું હતું કે, અમુક લોકો પાસે આંતરરાષ્ટ્રીય સરહદ મુદ્દે સામાન્ય વિચાર હોય છે. સામાન્ય રીતે પેટ્રોલિંગ પોઇન્ટે કોઈપણ તૈનાથી નથી અને સૈનિક સરહદની અંદરના ક્ષેત્રમાં હોય છે. જો કે ચીને તૈનાતી કરી હતી.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer