મુંબઈ ઍરપોર્ટે ભારતનો પ્રથમ હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો

મુંબઈ ઍરપોર્ટે ભારતનો પ્રથમ હાઇબ્રિડ પાવર પ્રોજેક્ટ શરૂ કર્યો
મુંબઈ, તા. 19 : મુંબઈ ઍરપોર્ટે મંગળવારે જણાવ્યું હતું કે, વિન્ડ અને સોલાર એનર્જીનો ઉપયોગ કરીને રિન્યુવેબલ હાઇબ્રિડ પાવર જનરેશન પ્રોજેક્ટ શરૂ કરનારું તે ભારતનું પ્રથમ ઍરપોર્ટ બન્યું છે. વિન્ડ (પવન) એનર્જી (ઊર્જા)ના અન્વેષણ માટે શરૂ કરાયેલા પ્રાયોગિક કાર્યક્રમ હેઠળ સ્થાપવામાં આવેલા ફોટોવોલ ટેઇક સોલાર હાઇબ્રિડ (સોલાર મિલ) સાથે `વર્ટિકલ એકિસસ વિન્ડ ટર્બાઇન' તરીકે ઓળખાતા યુનિટની સ્થાપના કરવામાં આવી છે.
ઍરપોર્ટે જણાવ્યું હતું કે, તે 2029 સુધીમાં તેના `નેટ ઝીરો' કાર્બન ઉત્સર્જનના લક્ષ્યાંકને પહોંચી વળવા માગે છે.
મુંબઈ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ લિમિટેડે (એમઆઈએએલ) જણાવ્યું હતું કે 10 કિલો વેટસ પીક (કેડબ્લ્યુપી) હાઇબ્રિડ સોલાર મિલ કે જે બે કે ડબલ્યુપી ટર્બોમિલ અને પીક કેડબલ્યુપી સોલાર પી.વી. મોડયુઅલ્સ ધરાવે છે તેની દિવસ દીઠ 36 કેડબલ્યુએચ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા છે.
આ ટેક્નૉલૉજી દ્વારા જે ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે તેને જરૂરિયાતના આધારે અનુકૂલિત કરવામાં આવશે. તેના મોડયુલર અને મોટા કદને લીધે આ ટેક્નૉલૉજીને કોઈ પણ મોબાઇલ કે સ્થિર છાપરા પર ચડાવી શકાશે.
ઍરપોર્ટ ખાતે ઉર્જા સંબંધી સમસ્યાના ઉકેલ માટે આ ટેક્નૉલૉજી મહત્ત્વની છે અને તે રીન્યુવેબલ, સ્વચ્છ, ગ્રીન, પર્યાવરણને અને પક્ષીઓને અનુકૂળ આવે તેવી છે અને 25 વર્ષની ડિઝાઇન લાઇફ સાથેનો આ એક મૂક ઉકેલ છે, એમ ઍરપોર્ટે વધુમાં જણાવ્યું હતું.

Published on: Mon, 20 Jun 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer